Wednesday, July 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરનો રણજિતસાગર ડેમ ઓવરફ્લો, રાઉન્ડ-ધ-ક્લોક પોલીસ સુરક્ષા

જામનગરનો રણજિતસાગર ડેમ ઓવરફ્લો, રાઉન્ડ-ધ-ક્લોક પોલીસ સુરક્ષા

જામનગર શહેરના જીવાદોરીસમાન રણજિતસાગર ડેમ આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ ઓવરફ્લો થઇ ગયો હતો. જો કે, અગાઉ સૌની યોજના અંતર્ગત રણજિતસાગર ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોમાસાની શરૂઆત થતાં જ પ્રથમ વરસાદમાં ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં આ મુખ્ય ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઇ ગયો હતો. રણજિતસાગર ડેમ ઓવરફ્લો થતાં આ ડેમ નિહાળવા માટે હાલારવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. ડેમમાં પડી જવાની કે આપઘાતની ઘટનાઓ પણ બનતી હોય છે. તંત્ર દ્વારા રણજિતસાગર ઓવરફ્લો થઇ જતાં આવી ઘટના કે દુર્ઘટના ન બને તે માટે 24 કલાક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ડેમ પર સેલ્ફી તથા મોબાઇલમાં વિડિયો બનાવવા ઉત્સુક એવા યુવાઓ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવી દુર્ઘટના કે ઘટનાઓ અટકાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular