આજથી અષાઢી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ વર્ષે અષાઢ ગુપ્ત નવરાત્રિ 26 જૂન 2025 થી 4 જુલાઈ 2025 સુધી ઉજવાશે. આ નવરાત્રિમાં માં દુર્ગાની પુજા અને તંત્ર-મંત્ર સાધનાઓ કરતા લોકો માટે ગુપ્ત નવરાત્રિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં દેવી માતાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે આ વર્ષે ચાર વખત નવરાત્રિ આવે છે. બે મુખ્ય નવરાત્રિ જે સુખ, સમૃધ્ધિ અને સફળતા લાવે છે જ્યારે અષાઢ મિ!નાની ગુપ્ત નવરાત્રિ આજથી શરૂ થાય છે ત્યારે આ ગુપ્તનવરાત્રિ શું છે તે જાણીએ… હિન્દુ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાં ચૈત્ર, શારદીપ, અષાઢ / માધ ગુપ્ત… અને પોષ/પુષ્ય ગુપ્ત નવરાત્રિ આવે છે. જ્યારે ચૈત્ર નવરાત્રિ અને શારદીપ નવરાત્રિમાં જાહેર પુજા થાય છે તો વળી આ સિવાયની બન્ને નવરાત્રિ ગુપ્ત સાધના માટે હોય છે.કહેવાય છે કે આ નવરાત્રિમાં માં દુર્ગાની સાથે 10 મહા વિદ્યા દેવીઓની પણ પુજા કરવામાં આવે છે.
આ નવરાત્રિમાં માં દુર્ગાની સાથે માં કાલી, માંતારા, માં ત્રિપુરા, સુન્દરી, માં ભુવનેશ્ર્વરી, માં છિન્નમસ્તિકા, માં ત્રિપુર ભૈરવી, માં ધુમાવતી, માં બગલામુખી, માં માતંગી, માં કમલાની પુજા કરવામાં આવે છે. આ દિવસોમાં વહેલા ઉઠીને સ્નાન કરી અને નવરાત્રિની પુજા માટે સામગ્રી એકઠી કરી શુભ મુહર્તમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે અને દિવા અગરબતી સાથે માતાની પુજા-આરતી કરવામાં આવે છે.
આ દિવસોમાં લોકો દાઢી, વાળ કે નખ કાપવાનું ટાળતા હોય છે જ્યારે માંસ, દારુ, લસણ, ડુંગળીથી દૂર રહે છે અને બ્રહ્મચર્યનું પાલન કરીને સાચા મનથી માં દુર્ગાની પુજા કરે છે. આ દિવસો દરમિયાન દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ ઉત્તમ ગણાય છે.