જામનગર શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડના ઔદ્યોગીક વિસ્તારોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ઔદ્યોગીક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા એક માસ દરમિયાન કુલ સાત એકમો વિરૂઘ્ધ કાર્યવાહી કરાઇ છે.
જામનગરમાં ઔદ્યોગીક વિસ્તારોમાં પ્રદુષણ મુદ્દે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડના ઔદ્યોગીક વિસ્તારોમાં ચાલતા કેટલાક ઔદ્યોગીક એકમો દ્વારા ગંદા કેમીકલ યુકત પાણી યોગ્ય રીતે શુઘ્ધ કર્યા વિના સીધુ કેનાલ છોડતા પર્યાવરણ ઉપર અસર પહોંચે છે. જેને લઇ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્રણ ઔદ્યોગીક એકમોમાં પ્રદુષણને લઇ કાર્યવાહી હાથ ધરાઇ હતી અને આ અંગેનો વિગતવાર અહેવાલ ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવ્યો છે. છેલ્લા એકાદ માસમાં કુલ સાત જેટલા ઔદ્યોગીક એકમો સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે.