ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા સર્તક થઇ છે. અને શુઘ્ધ ઘી અંગે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા ઘીના નમુના લઇ ચેકીંગ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતાં.
જામનગરમાં ચોમાસાની સીઝનને ઘ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા સતર્ક બની છે. અને કોઇ રોગચાળો ન ફેલાઇ કે ખાણીપીણીની વસ્તુને કારણે કોઇ સમસ્યા ન સર્જાય તેને ઘ્યાને લઇ ફુડ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના રતનબાઇ મસ્જીદ સર્કલ પાસે ઘીની દુકાનમાં ઘીની શુઘ્ધતા સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફુડ સેફટી ઓફીસર દશરથસિંહ પરમાર અને ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ઘીના સેમ્પલ લઇ ચેકીંગમાં મોકલવામાં આવ્યા હતાં. જેના રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.