ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુનાવણી દરમિયાન એક યુવક બાથરૂમમાં બેઠો જોવા મળે છે. ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બાથરૂમ સીટ પર બેસીને સુનાવણીમાં ભાગ લઇ રહ્યો છે હવે તે વ્યક્તિએ આવું કેમ કર્યુ તે જાણી શકાયું નથી. પરંતુ, કોર્ટની સુનાવણી દરમિયાન આવા વીડિયોની વાયરલતા પોતાનામાં ઘણાં પ્રશ્નો ઉભા કરી રહી છે.
આ વીડિયો 20 જૂન 2025 નો હોવાનું માનવામાં આવે છે જેમાં જસ્ટિસ નિર્જર એસ દેસાઈની બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે. વાયરલ વીડિયોની શરૂઆતમાં સ્કીન પર પાંચ વિન્ડો દેખાય છે. 5 મી વીડિયોમાં સમાદ બેટરી તરીકે લોગઈન થયેલા વ્યક્તિનો કલોઝઅપ બતાવવામાં આવ્યો છે. જેણે તેના ગળામાં બ્લુટુથ ઈયરફોન પહેર્યા છે.
Can we expect litigants to at least not take a dump while attending court! Hey bhagwan! 🤣🤣🤣 pic.twitter.com/ROT1GimXnO
— sanjoy ghose (@advsanjoy) June 27, 2025
આગલી ફેમમાં તે પોતાનો ફોન પોતાનાથી થોડતા અંતરે રાખે છે. ફોન રાખતા જ તે પાછળ ખસે છે. બાથરૂમની દિવાલો અને ટોયલેટ સીટ તેની પાછળ દેખાય છે આ બતાવે છે કે તે બાથરૂમમાં બેસીને સુનાવણી જોઈ રહ્યો છો થોડા સમય પછી તે માણસ બાથરૂમમાંથી બહાર આવતો પણ જોવા મળે છે. કોર્ટના રેકોર્ડ મુજબ યુવક એફઆઈઆર રદ્દ કરવાની માંગણી કરતા કેસમાં પ્રતિવાદી તરીકે હાજર થયો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સમાધાન પછી કોર્ટે એફઆઈઆર રદ્દ કરી હતી. ઓનલાઈન સુનાવણી દરમિયાન અયોગ્ય વર્તનનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટે એક અરજદારને 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા હાજર રહેતી વખતે સિગારેટ પીતો જોવા મળ્યો હતો. માર્ચમાં દિલ્હીની એક કોર્ટે એક અરજદારને સમન્સ પાઠવ્યું હતું. જે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા તેના કેસમાં હાજર રહેતી વખતે સિગારેટ પીતો જોવા મળ્યો હતો.