Monday, April 21, 2025
Homeરાજ્યગુજરાતપ્રાણીને બચાવવા, પ્રાણી વિરૂધ્ધના ગુના અટકાવવા વોટ્સએપ નંબર જાહેર કરતો વનવિભાગ

પ્રાણીને બચાવવા, પ્રાણી વિરૂધ્ધના ગુના અટકાવવા વોટ્સએપ નંબર જાહેર કરતો વનવિભાગ

રાજયના વનવિભાગે એકટેલિફોન ડિરેકટરી લોન્ચ કરી છે. આ ડિરેકટરીમાં તમામ તાલુકાઓ માટેના ફોન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ ફોન નં. ની મદદ લઇને કોઇ પણ વ્યકિત મુશ્કેલીમાં ફસાયેલા કોઇપણ જંગલી પ્રાણીને (વાઇલ્ડ લાઇફ) ને બચાવી શકે છે અથવા આ પ્રકારના પ્રાણી વિરૂધ્ધ કોઇપણ પ્રકારનો ગુનો કોઇના પણ દ્વારા આચરવામાં આવતો હોય તો આ ગુનો બનતો અટકાવવા માટે વનવિભાગનો સંપર્ક કરી શકાય છે.

- Advertisement -

આ માટે રાજયના વનવિભાગે વોટ્સએપ નંબર 83 2000 2000 જાહેર કર્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી કોઇ પણ વ્યકિત વનવિભાગની ડિરેકટરીમાંથી પોતાને લગત તાલુકાનો ફોન નં. મેળવી શકે છે. રાજયના મુખ્ય સીસીએફ એસ.કે.શ્રીવાસ્તવ દ્વારા આ ડિરેકટરી લોન્ચ કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે, મોટા ભાગના લોકો પાસે વનવિભાગના નંબરો હોતા નથી. તેઓ આ વોટ્સએપ નંબરોનો ઉપયોગ કરી શકશે. આ નંબર મારફત જરૂરી વિગતો મોકલાવી શકાશે અને ફરિયાદ પણ નોંધાવી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular