Thursday, September 17, 2026
Homeમનોરંજન‘નાયરા’ થી ફેમસ અભિનેત્રી શિવાંગીની તબિયત લથડી

‘નાયરા’ થી ફેમસ અભિનેત્રી શિવાંગીની તબિયત લથડી

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી તસ્વીર : ફેન્સમાં ચિંતા

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય પાત્ર ‘નાયરા’ના નામે જાણીતી અભિનેત્રી શિવાંગી જોશી પોતાના જબરદસ્ત અભિનય અને પ્રતિભા માટે જાણીતી છે. ‘ યે રિશ્તા કયા કહેલાતા હૈ’ માં નાયરાનું પાત્ર ભજવ્યા બાદ અભિનેત્રી સ્ટારડમ સુધી પહોંચી ગઈ હતી. શો માં તેણીનો ટે્રક પૂરો થયા પછી ‘બાલિકાવધુ’ની બીજી સીઝનમાં તેણી જોડાઈ હતી. જ્યાં તેણી રણદીપ રાય સાથે જોડી બનાવી હતી. જ્યારે તાજેતરમાં અભિનેત્રી એ શેર કર્યુ કે તેની કિડનીમાં ચેપ લાગ્યો છે અને તે હવે સ્વસ્થ થઈ રહી છે.

- Advertisement -

અભિનેત્રી એ તેના ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરથી તસવીર શેર કરી અને તેના ફેન્સને કહ્યું કે, હેલો બધા થોડા દિવસો મારા ખરાબ રહ્યા કિડનીમાં ઈન્ફેકશન છે. પરંતુ હવે સ્વસ્થ થઈ રહી છું. તેણે જણાવ્યું હતું કે, તેનો પરિવાર, ડોકટર્સ, મિત્રો બધા તેની સાથે છે અને તેની કાળજી લઇ રહ્યા છે. તેણીએ આ પોસ્ટ મુકતા જ તેના ફેન્સ દ્વારા ગેટ વેલ સુન ની કમેન્ટ્સ આવવા લાગી હતી.

શિવાંગી છેલ્લે રોહિત શેટીના રિયાલીટી શો ‘ફીયર ફેકટર : ખતરો કે ખિલાડી 12’માં દેખાઈ હતી. એક મ્યુઝિક વિડિયો પણ કરી રહી હતી. હાલમાં તે ફેન્ટસી ડ્રામા ‘બેકાબુ’ માં ઝૈન ઇમામની સામે ખાસ ભુમિકા ભજવતી જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular