Tuesday, August 4, 2026
Homeરાજ્યહાલારસગીરાનો દુષ્કર્મથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

સગીરાનો દુષ્કર્મથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

હોટલ અને દુકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું: ફોન પર ધમકી આપતો નરાધમ : પોલીસ દ્વારા ધરપકડ કરી જેલહવાલે કરાયો

ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા ઉપર બળજબરીપૂર્વક અવાર-નવાર દુષ્કર્મ આચર્યાના બનાવ બાદ સગીરાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને નરાધમ મેસુર નામના શખ્સે બળજબરીપૂર્વક સગીરાને નંબર આપી સામેથી કોલ કરવા ધમકાવી હતીે ત્યારબાદ સગીરાએ નરાધમને ફોન કરતા મારી નાખવાની ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ સગીરાને એકાંતમાં તેમજ ધ્રોલ ગામમાં આવેલી એક હોટલ તથા દુકાનમાં લઇ જઇ બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર ધમકી આપી ત્રાસ આપતા શખ્સથી કંટાળીને સગીરાએ તેણીના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પરિવારજનો દ્વારા સગીરાની પૂછપરછ કરાતા તેણે સમગ્ર બનાવની જાણ કરી હતી. જેના આધારે પરિવારજનો દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પીઆઇ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે નરાધમ આરોપી મેસુરની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો અને સગીરાના તબીબી પરીક્ષણ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular