Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સઆવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝનો પ્રારંભ

આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝનો પ્રારંભ

- Advertisement -

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી પૂર્ણ થઈ ચૂકી છે જેને ટીમ ઈન્ડિયાએ 2-1થી પોતાના નામે કરી છે. હવે વન-ડે શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચાલું વર્ષે રમાનારા વર્લ્ડકપ પહેલાં આ સિરીઝને અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે. બીજી બાજુ ટેસ્ટ મેચમાં બન્ને ટીમના બેટરોએ ટૂક ટૂક મતલબ કે જાળવીને બેટિંગ કરવી મુનાસીબ માની હતી કેમ કે પીચ જ એ પ્રકારની હતી પરંતુ હવે વન-ડે મેચ હોવાથી તેમાં ચોગ્ગા-છગ્ગાથી જ વાત થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કેમ કે બન્ને ટીમના બેટરોની ફૌજ છે તો સાથે સાથે મુકાબલો પણ મુંબઈના વાનખેડેમાં રમાવાનો છે જ્યાં રનોનો ઢગલો થવો સ્વાભાવિક ગણાય છે. આ મુકાબલાનો પ્રારંભ બપોરે 1:30 વાગ્યાથી થશે.. કાલે મુંબઈમાં પહેલી વન-ડે રમાઈ ગયા બાદ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે અને 22 માર્ચે ચેન્નાઈમાં ત્રીજી વન-ડે મેચ રમાશે. કાલની મેચમાં કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ નહીં હોય. તેણે પારિવારિક કારણોસર બ્રેક લીધો છે એટલા માટે ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળશે. જો કે બીજી અને ત્રીજી વન-ડેમાં રોહિત શર્મા વાપસી કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત જ નહીં બલ્કે ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન પણ બદલવામાં આવ્યો છે. પેટ કમીન્સના માતાનું નિધન થતાં તે પરત ફરવાનો નથી આવામાં સ્ટિવ સ્મિથ ટીમની કમાન સંભાળશે.

- Advertisement -

વન-ડે શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને શ્રેયસ અય્યરના રૂપમાં ઝટકો લાગી ગયો છે જે અમદાવાદ ટેસ્ટ પણ પૂરી કરી શક્યો નહોતો. હાલ તેની જગ્યાએ કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કરાયો નથી. ટીમ ઈન્ડિયા વન-ડેમાં નંબર વન ટીમ છે જ્યારે ઑસ્ટ્રેલિયા નંબર-2 છે. બન્ને વચ્ચે માત્ર બે પોઈન્ટનું અંતર છે. જો ઑસ્ટ્રેલિયા શ્રેણી જીતી જાય છે તો રેન્કીંગ બદલાઈ શકે છે. બન્ને વચ્ચે પાછલી વન-ડે શ્રેણી જોઈએ તો તેમાં ઑસ્ટ્રેલિયા જીત્યુંહતું. આ શ્રેણી ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી જેમાં ભારતને 1-2થી હાર ખમવી પડી હતી. બન્ને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 143 વન-ડે રમાઈ છે જેમાં 80 ઑસ્ટ્રેલિયાએ તો 53 ભારતે જીતી છે. ભારતમાં રમાયેલી વન-ડે મેચને જોઈએ તો બન્ને ટીમો કુલ 64 વખત ટકરા, છે જેમાં ઑસ્ટ્રેલિયાએ 30 તો ભારતે 29 વખત બાજી મારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular