વિશ્વભરમાં કોરોના નબળો પડી રહ્યો છે. પરંતુ જ્યાંથી કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનમાં વર્ષ 2020 બાદ ફરી સ્થિતિ બગડી રહી છે. ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં મેડીકલ ઉપકરણોની પણ અછત જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અહીં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થતા સંક્રમણ વધી રહ્યું છે.
ચીનમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ઘણા શહેરોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. તો ચીનના કેટલાક વિસ્તારોમાં તો પહેલાથી જ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકો મારામારી કરી રહ્યા છે. કારણકે ઝીરો કોવિડ પોલીસી અંતર્ગત લોકોને કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અને તેના માટે હોસ્પિટલો બનાવવામાં આવી છે. પરંતુ એક માહિતી અનુસાર કોરોનાને રોકવા માટે મેડીકલ સપ્લાય માત્ર 2-3 દીવસ પુરતી જ છે.
ચીનમાં લગભગ 90% લોકોને કોરોના વેક્સિન અપાઈ ગઈ છે.પરંતુ ઝીરો કોવિડ પોલીસીને લઇને લોકોને કવોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. દોઢ કરોડની આબાદી વાળા શેનજેનમાં લોકોને કહેવામાં આવ્યું છે કે ઘરનો માત્ર એક જ ક જ સભ્ય એક જ વખત ઘરની બહાર જરૂરી સમાન લેવા નીકળી શકશે. તો ચાંગચુનમાં પણ કેટલાક કડક નીયંત્રણો લગાવવામાં આવ્યા છે.