જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાંથી પસાર થતા બાઈકસવારને દારૂની બોટલો સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાંથી પોલીસે શખ્સને 20 બોટલ દારૂ અને બાઈક સાથે ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના 49 દિ.પ્લોટ વિસ્તારમાંથી બાઈકસવાર દારૂના જથ્થા સાથે પસાર થવાની પો.કો. હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા અને હેકો પ્રદિપસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ જે. જે. ચાવડા તથા સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો જીજે-10-ઈબી-9571 નંબરના બાઈકસવાર આશિષ ભરત વાઘેલા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.12,500 ની કિંમતની 25 બોટલ દારૂ સાથે દબોચી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં નાગેશ્ર્વર કોલોનીમાં ભંગારના વાડામાં આવેલી વિમલ ઉર્ફે ડોડાળો તુલસી કમનાણી નામના શખ્સની ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા ઓફિસમાં તથા બાઇકની ડેકીમાંથી રૂા.29,700 ની કિંમતની 20 બોટલ દારૂ અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.50000 ની કિંમતનું બાઈક મળી કુલ રૂા.84,700 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ પુછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં ભરત ઉર્ફે ડાડો બાંભણિયા અને લખન અને મેંગર કચ્છી નામના બે શખ્સોની સંડોવણી ખુલતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભ હતી.
ત્રીજો દરોડો ધ્રોલ તાલુકાના સુધાધુના ગામમાં રહેતા કેતન લખમણ ચોવટીયા નામના વેપારી યુવાનના ઘરમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.700 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. ચોથો દરોડો, જામજોધપુર ગામમાંથી સ્થાનિક પોલીસે બ્રિજેશ અનિલ ઝાલાવડીયા અને વિકાસ ગોપાલ વૈશ્ર્નાણી નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.1,000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામનગર શહેરના 58 દિ.પ્લોટ વિસ્તારમાંથી પસાર થતા દિનેશ કાના ખરા નામના શખસને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ બોટલ નરેશ નાનજી મંગે (રહે. જામનગરવાળા) પાસેથી મંગાવી હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખસો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.