જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 માં આવેલા બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓફિસમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.1,08,000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધો હતાં.

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 વિસ્તારમાં આવેલા શિવઓમ સર્કલ પાસેના ગોલ્ડન પોઇન્ટ બિલ્ડિંગમાં ત્રીજા માળે ઓફિસ નંબર-205 માં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નીતીન કાંતિ વાલભીયા, કિરણ કાંતિ ચૌહાણ, નિલેશ ભીખા અકબરી, અનિરૂધ્ધ ગોરધન ચોવટીયા, ભાવેશ ધીરજ પાંભર, મનિષ અશોક મિષણ નામના છ શખ્સોને રૂા.1,08,000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.