Monday, June 15, 2026
Homeરાજ્યજામનગરજિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા બનાવેલા 12 હજાર સિડ્સ બોલ વનવિભાગને અર્પણ -...

જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા બનાવેલા 12 હજાર સિડ્સ બોલ વનવિભાગને અર્પણ – VIDEO

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના અવિરત વિશ્વાસ અને સુશાસન અંતર્ગત જામનગર જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા 12000 થી વધુ સિડ્ઝ-બોલ બનાવામાં આવ્યા હતા.

- Advertisement -

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અવિરત 12વર્ષના વિશ્વાસ અને કરોડો સામાન્ય માનવીના દિલમાં વસેલા છે ત્યારે તેમની સરકાર દ્વારા લોકોને આપવામાં આવેલ વિકાસની અમુલ્ય ભેટો વાગોળવામાં આવી રહી છે ત્યારે જિલ્લા હોમગાર્ડઝ જામનગર પણ એમાં સહભાગી થવા માટે તૈયાર છે.

- Advertisement -

વડાપ્રધાનના 12 વર્ષના વિકાસને વધુ મજબૂત બનાવવા અને હરિયાળી ક્રાંતિના ભાગ રૂપે જિલ્લા હોમગાર્ડઝ જામનગર દ્વારા 12000 થી વધુ જુદી જુદી જાતનાં સિડ્ઝ બોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સરગવો, લીંબડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો, ગુલમોરના સિડ્ઝ-બોલનો સમાવેશ થાય છે. જેમાં ચિકણી કાળી માટી સાથે જેએમસીના સહયોગથી મળેલું છાણનું ખાતર પણ સામેલ કરવામાં આવ્યું છે. આ 12000 થી વધુ સિડ્ઝ-બોલ જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે. જેનો જરૂરીયાત મુજબ તેઓ વરસાદની સિઝન પહેલા યોગ્ય ઉપયોગ કરીને હરિયાળી ક્રાંતિ માટેનાં વિસ્તારમાં વાવણી કરશે.!

- Advertisement -

આ સિડ્ઝ-બોલ બનાવવામાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરિશ સરવૈયાના માર્ગદર્શન હેઠળ કાલાવડ યુનિટના ઓફિસર રામભાઈ મેવાડા અને તેની ટીમ તથા જોડિયા યુનિટના ઓફિસર હિતેન્દ્રગીરી ગોસ્વામી અને તેની ટીમ તથા ધ્રોલ યુનિટના ઓફિસર જે કે પરમાર અને તેની ટીમ તથા શહેર યુનિટનાં ઓફિસરો જયેશ રાણા, હિમાંશુ પુરોહિત, પ્રેક્ષાબેન ભટ્ટ, કૈલાસ જેઠવા, જીગ્નેશ ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular