જામનગર શહેરમાં અંધાશ્રમ વિસ્તારમાં ચેમ્બર કોલોની શંકરના મંદિર પાસે રહેતા મુકેશભાઈ પરમાર નામના પ્રૌઢની પુત્રી સ્નેહલબેન પરમાર (ઉ.વ.25) નામની યુવતી ગત તા.11 ના રોજ તેના ઘરેથી તકવાણી ડેન્ટલ હોસ્પિટલે જવાનું કહીને સવારે 9 વાગ્યાના અરસામાં નિકળી હતી ત્યારબાદથી યુવતી લાપતા થઈ ગઇ હતી અને ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હોવા છતાં યુવતીનો પતો લાગ્યો ન હતો. આખરે પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે લાપતા થયેલી યુવતીની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.