Monday, June 15, 2026
Homeવિડિઓ24 વર્ષની યુવતીનો  શોખ તેના મૃત્યુનું કારણ બન્યો - VIDEO

24 વર્ષની યુવતીનો  શોખ તેના મૃત્યુનું કારણ બન્યો – VIDEO

બંજી જમ્પિંગનો રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો સામે આવ્યો

એક એડવેન્ચરના કારણે 24 વર્ષની યુવતીએ જીવ ગુમાવ્યો. બ્રાઝિલમાં એક એડવેન્ચર બંજી જમ્પિંગ દરમિયાન એડવેન્ચર કંપનીની બેદરકારીના કારણે યુવતી 35 મીટરની ઉંચાઈથી પડી ગઇ અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

બ્રાઝિલમાં મારિયા એડયુઆર્ડ રોડ્રિગ્સ ડે ફ્રીટાસ : સ્કેલેટન બ્રિજ પર બંજી જમ્પિંગનું એડવેન્ચર કરવા પહોંચી તેને આ બંજી જમ્પિંગનો વીડિયો શુટ કરાવવાની ઈચ્છા હતી. તેણીએ અન્યને સુરક્ષિત રીતે એડવેન્ચર કરતા પણ નિહાળ્યા હતાં. ત્યારબાદ તેણીએ પણ વીડિયો બનાવવાની ઈચ્છા સાથે આ એડવેન્ચર કરવાનું નકકી કર્યું ત્યારે એવી શું ખબર કે આ વીડિયો તેના જીવનનો છેલ્લો વીડિયો હશે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એડવેન્ચર કંપનીના કર્મચારીઓ તેને કુદવા માટે પ્લેટફોર્મ સુધી લઇ જાય છે અને તેને ધકકો દીધા પછી તેઓ દોરડા માટે બુમો પાડી રહયા છે. ક્રુ મેમ્બરો છોકરીને ધકકો મારતા પહેલાં સુરક્ષા તપાસ ન કરી કે દોરડુ યોગ્ય રીતે બંધાયેલું છે કે કેમ ? હાજર લોકો પોતાના કેમેરામાં વીડિયો લઇ રહ્યા હતાં અને આ દ્રશ્ય ખુબ ભયાનક બન્યું જ્યારે લોકોને જાણ થઈ કે દોરડું બાંધ્યા વગર જ યુવતી 35 મીટર નીચે કુદી પડી છે.

- Advertisement -

અવાર-નવાર લોકો પોતાની ટ્રીપને યાદગાર બનાવવા માટે આવા એડવેન્ચર કરતા નજરે પડતા હોય છે ત્યારે કોઇ સતાવાર સંસ્થા દ્વારા દેખરે હેઠળ કે પુરી સુવિધા અને સુરક્ષા સાથે આ એડવેન્ચર થવા ખુબ જરૂરી છે. કોઇ સતાવાર સંસ્થા વગર કે સુરક્ષા ગરના આવા એડવેન્ચર કેટલાં જોખમી નિવડે છે તે આપણે આ વીડિયોમાં જોઇ શકીએ છીએ. પોતાની ભુલનો અહેસાસ થતા જ કર્મચારીઓ ત્યાંથી ભાગવાની કોશિશમાં હતાં ત્યારે સ્થાનિકોએ તેમને જવા ન દેતા સ્થાનિક પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular