જામનગરના જાંબુડા નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં ન્હાવા પડેલા 14 વર્ષના કિશોરનું મોત નિપજયાની ઘટનાથી અરેરાટી ફેલાઇ ગઇ છે. આ ઘટનામાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના સરૂ સેકશન રોડ વિસ્તારમાં રહેતા આરવ શિવકુમાર સ્વમાકર (ઉ.વ.14) નામનો બાળક તેની માતા તથા પાડોશી પરિવાર સાથે જાંબુડા નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં ગયા હતા. જ્યાં શનિવારે વોટર પાર્કમાં ન્હાવા ગયા હતા. ત્યારબાદ આરવને ન્હાતા સમયે ગભરામણ થયાની ફરિયાદ કરતાં પાર્કની પાળી ઉપર બેસી ગયો હતો. જ્યાં લોકો દ્વારા સારવાર અને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું. બેશુદ્ધ થયેલા આરવને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણના આધારે પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફએ સ્થળ પર અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ મૃતક આરવના પિતા કુવૈત હોવાનું જાણવા મળ્યું છે.


