Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા આવાસ યોજનાની દુકાનોની હરરાજી - VIDEO

જામ્યુકો દ્વારા આવાસ યોજનાની દુકાનોની હરરાજી – VIDEO

44 જેટલી દુકાનોની હરરાજી થઇ, બે માસમાં જામ્યુકોની થશે 6 કરોડથી વધુની આવક: 70 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આવાસ યોજનામાં આવેલ કેટલીક દુકાનો તૈયાર થઇ ગઇ હોય તેનું વેંચાણ થયું ન હોય શુક્રવારે સવારે ટાઉનહોલમાં આ દુકાનોની હરરાજી તે વેંચાણ કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ આવેલ એક કોમર્શીયલ દુકાન, મયુરનગર પાસે આવેલ ચાર કોમર્શીયલ દુકાનો, બેડી રેલ્વે ઓવર બ્રિજ પાસે આવેલ 23 કોમર્શીયલ દુકાનો તથા ગોલ્ડન સીટી પાસે આવેલ 64 કોમર્શીયલ દુકાનોની હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 44 દુકાનોની હરરાજી થઇ હતી. આ હરરાજીમાં જામ્યુકોને બે માસમાં છ કરોડથી વધુની આવક થશે.

- Advertisement -

ગઇકાલે સવારના નવ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી દુકાનોની જાહેર હરરાજી જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના આદેશ અનુસાર સ્લમ શાખા દ્વારા કરવામા આવી હતી. જેમાં 70 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. બેડી આવાસમાં 3, એમ.પી.શાહ ઉદ્યોગનગર આવાસમાં 1 અને ગોલ્ડન સિટી પાસેના 544 આવાસમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 અને ફર્સ્ટ ફ્લોરમાં 17 એમ કુલ 44 દુકાનોની જાહેર હરરાજીથી વેચાણ થયું છે. જેથી જેએમસીને રૂા. 6 કરોડ 25 લાખ 28 હજારની આવક બે માસમાં થશે. આ જાહેર હરરાજીમાં નાયબ કમિશનર ડી. એ. ઝાલા, આસી. કમિશનર બી. એન જાની, કા.ઈ. હિતેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર જાહેર હરરાજીનું આયોજન અને સંચાલન સ્લમ શાખાના નાયબ ઈજનેર અશોક જોશી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જાહેર હરરાજી દરમિયાન સ્લમ અપગ્રેડેશન સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા અને ટેન્ડર સમિતિ વત્તી મ્યુનિ.સભ્ય કિશનભાઈ માડમે પણ મુલાકાત લઈને સ્લમ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. બાકી રહેલ દુકાનોની જાહેર હરરાજી પણ ટૂંક સમયમાં કરવામા આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular