Sunday, August 23, 2026
Homeરાજ્યહાલારપોલીસની કામગીરીમાં હસ્તક્ષેપ કરી હુમલો કરનાર કોર્ટમાં રજૂ - VIDEO

પોલીસની કામગીરીમાં હસ્તક્ષેપ કરી હુમલો કરનાર કોર્ટમાં રજૂ – VIDEO

જામનગર તાલુકાના ખીમરાણા નજીક દારૂ ભરેલી કાર દીવાલ સાથે અથડાતા પોલીસ દ્વારા દારૂ જપ્ત કરવાની કામગીરીમાં હસ્તક્ષેપ કરી કારમાંથી દારૂની બોટલો લૂંટવાની કોશિષ કરી પોલીસકર્મીને ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખીમરાણા ગામ નજીક બે દિવસ પૂર્વે રાત્રિના સમયે દારૂ ભરેલી કાર દીવાલ સાથે અથડાતા ચાલક કાર મૂકી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા દારૂ કબ્જે કરવાની કામગીરી હાથ ધરાતા ખીમરાણાના દેવરાજ દિનેશ ગોહિલ નામના શખ્સે પોલીસની કામગીરીમાં હસ્તક્ષેપ કારમાંથી દારૂ લૂંટવાનો પ્રયાસ કરતાં ફરજ પરના પોલીસકર્મી નિર્મળસિંહ જાડેજાએ દેવરાજને પકડી લેતાં પોલીસ કર્મચારીને માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પોલીસે દેવરાજ ગોહિલની અટકાયત કરી તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એ. આર. પરમાર ચલાવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular