Thursday, May 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

જામનગરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

પોલીસ દ્વારા વાલી-વારસની શોધખોળ

જામનગરના અંધાશ્રમ રેલવે બ્રીજ પાસે વાછરા ડાડાના મંદિરની બાજુમાંથી 40 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે રાહુલ પાટિલ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી મૃતદેહને જી. જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. ઉપરોક્ત ફોટાવાળા મૃતદેહના કોઇ સગા-સંબંધી મળી આવ્યા ન હોય જો કોઇને આ અંગે જાણકારી હોય તો સિટી ‘સી’ ડિવિઝન નંબર 63596 29354 તથા પીએસઆઇ આર. એલ. કંડોરિયાનો 70963 2011 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular