Thursday, May 28, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર પાસે ટ્રેકટર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત

કલ્યાણપુર પાસે ટ્રેકટર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત

કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામના યુવાનનું ટ્રેકટર વાડીએથી જુવાનપર ગામે આવતા સમયે ટ્રેઇલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા મનસુખભાઈ ભીખુભાઈ નકુમ (ઉ.વ. 32) નામના સતવારા યુવાન તેમનું જીજે37 એમ 5664 નંબરનું ટ્રેક્ટર લઈને હાબરડી ગામના પાટીયા પાસેની પોતાની વાડીએ ખાતર ખાલી કરીને પરત જુવાનપુર ગામે આવી રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા અન્ય એક ટ્રક ટેઈલર નંબર આરજે 01 જીબી 5287ના ચાલકે પોતાનું ટેઈલર ગફલત ભરી રીતે ચલાવી ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને તેના ચાલક મનસુખભાઈ નકુમને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ટ્રક ટેઈલરના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular