Monday, June 1, 2026
Homeરાજ્યહાલારદ્વારકાના અરબી સમુદ્રમાં જોરદાર કરંટ: વિકરાળ મોજા ઉછળ્યા

દ્વારકાના અરબી સમુદ્રમાં જોરદાર કરંટ: વિકરાળ મોજા ઉછળ્યા

પવનની ગતિ વધતા દરિયામાં તેજ પ્રવાહ જોવા મળ્યો

દ્વારકાના અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક કલાકોથી સામાન્ય દિવસોની સરખામણીએ દરિયાઈ પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના અનુસંધાને શનિવારે પવનની ગતિમાં વધારો નોંધાતા દરિયામાં તેજ પ્રવાહ (કરંટ) સર્જાયો છે. તેના પરિણામે દરિયાકાંઠા વિસ્તારમાં 8 થી 10 ફૂટ સુધીના ઊંચા મોજાં ઉછળતા જોવા મળી રહ્યા છે.
ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સહેલાણીઓ દરિયાકિનારે પહોંચ્યા હતા. જો કે, દરિયાની બદલાયેલી સ્થિતિને કારણે અનેક સ્થળોએ લોકો સાવચેતી સાથે દરિયાકિનારાનો નજારો માણતા જોવા મળ્યા હતા.

- Advertisement -

દરિયામાં વધેલા કરંટ અને ઊંચા મોજાંને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારો અને પ્રવાસીઓને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન પણ પવનની ગતિ યથાવત્ રહેવાની શક્યતા હોવાથી દરિયાઈ વિસ્તારની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
દ્વારકાના દરિયાકાંઠે સર્જાયેલા આ કુદરતી દ્રશ્યો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, પરંતુ સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular