લાલપુર તાલુકાના ડેરાછિકારી ગામમાં ભંગાર ચોરી પ્રશ્ર્ને રોકયાનો ખાર રાખી જીઆરડીના જવાનને આંતરીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે મારમારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ડેરાછિકારી ગામમાં રહેતાં અને જીઆરડીમાં ફરજ બજાવતાં અજયસિંહ દ્વારા ભંગાર ચોરી પ્રશ્ર્ને શખ્સને રોકીને પુછપરછ કર્યાનો ખાર રાખી બુધવારે રાત્રીના સમયે નારણ છગન રાઠોડ, નરેશ છગન રાઠોડ, ભાવેશ છગન રાઠોડ નામના ત્રણ ભાઇઓએ પંચાયત પાછળ આવેલી ગરબીમાંથી અજયસિંહને બહાર બોલાવી લોખંડના પાઇપ વડે માથામાં અને ધોકા વડે વાસામાં માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યા બનાવની જાણ થતાં એએસઆઇ એ.ઓ.કુરેશી તથા સ્ટાફે ભોગબનનાર જવાનના પીતા બાબુભા પથુભા જાડેજાના નિવેદનના આધારે ત્રણ ભાઇઓ વિરૂધ્ધ ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.