દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ગામમાં રખડતા પશુઓની સાથે સાથે શ્વાનનો આતંક પણ અવિરત રહે છે. શક્તિનગર વિસ્તારમાં તેના ઘર પાસે એક્ટિવા પર બેસેલા યુવાન પર શ્વાનનો હુમલો કરી બંને હાથમાં બચકા ભરી લેતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
View this post on Instagram

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રખડતાં પશુઓની સાથે સાથે હવે તો શ્વાનનો આતંક પણ દિવસે-દિવસે વધતો જાય છે. હાલારમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બનતા હાલારવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ તંત્રને પ્રજાની કોઇ ચિંતા ન હોય તેમ રખડતાં ઢોરના મામલે કોઇ ઠોસ પગલાં હજૂ સુધી લેવામાં આવ્યા નથી. હાલારમાં રખડતા ઢોરના આતંકની સાથે-સાથે હવે તો શેરી-શેરીએ અને ગલીએ ગલીએ શ્વાનનોઆતંક પણ ચરમશીમાએ પહોંચી ગયો છે. શહેરીજનોને સામાન્ય રસ્તાઓ પરથી સામાન્ય રીતે પસાર થવું પણ ભયજનક બની ગયું છે. રોડ કે શેરીઓ ઉપરથી પસાર થતાં શહેરીજનોએ હંમેશા શ્ર્વાનના આતંકથી બચવા માટે સાવચેતી ફરજિયાત રાખવી પડે છે. તેમ છતાં હાલારમાં દરરોજ શ્વાન દ્વારા બચકા ભરવાના અસંખ્ય કેસો થતાં હોય છે. પરંતુ સરકારી ચોપડે આવા કેસો નોંધતા જ નથી.
દરમિયાન દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામમાં આવેલા શક્તિનગર વિસ્તારમાં રહેતા દિપકભાઇ ધોરીયા નામનો યુવાન તેના ઘરની બહાર એક્ટિવા પર બેઠો હતો તે દરમિયાન અચાનક ઘસી આવેલા શ્વાનને યુવાન ઉપર હુમલો કરી બંને હાથમાં બચકાઓ ભરી લેતાં ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રખડતાં ઢોરના ત્રાસની સાથે-સાથે શ્વાનનો આતંક વધી જવાથી હાલારવાસીઓમાં ભય ફેલાઇ ગયો છે.