દ્વારકા-ઓખા હાઈવે પર વરવાળા ગામ નજીક એક ટેમ્પો ટ્રાવેલર્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ સુરતથી દ્વારકા દર્શન માટે આવેલા મુસાફરો બેટ દ્વારકાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે શિવરાજપુર નજીક વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
આ ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ લાગતા મુસાફરોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે વાહનમાં સવાર તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.


