પીએમ મોદી પોતાનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદી ગુરુવારે રાત્રે 3 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. બંને નેતાઓ લગભગ અઢી કલાક સુધી સાથે રહ્યા. આ સમયગાળા દરમિયાન, બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. ટ્રમ્પ-મોદીએ બે વાર મીડિયા સાથે વાત કરી.ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી તેમના કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે. તેની સાથે કોઈ સ્પર્ધા નથી.

જ્યારે વાટાઘાટો અને કરારોની વાત આવે છે, ત્યારે ટ્રમ્પે મોદીને પોતાના કરતા ઘણા વધુ કઠોર અને સારા ગણાવ્યા. પીએમ મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે આજે તેમનામાંથી કોણ વધુ સારી રીતે સોદો કરી શકે છે, ત્યારે ટ્રમ્પે કહયું, ‘પીએમ નરેન્દ્ર મોદી મારા કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે અને તેઓ મારા કરતા ઘણા સારા વાટાઘાટકાર છે. કોઈ જ સ્પર્ધા નથી.
ટ્રમ્પે ટેરિફ મુદ્દે મોદીની પ્રશંસા કરી અને તેમને એક કઠોર વાટાઘાટકાર ગણાવ્યા. તેમણે કહયું કે પીએમ મોદી તેમના સારા મિત્ર છે અને તેઓ સારું કામ કરી રહયા છે. તે મારા કરતાં વધુ સારા વાટાઘાટકાર છે.વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો વિશે માહિતી આપી હતી અને પત્રકારોના ઘણા પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. પીએમએ કહયું કે 2030 સુધીમાં આપણે ભારત-અમેરિકા વેપાર બમણો કરીશું. તે જ સમયે, ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતા વધુ સારા વાટાઘાટકાર ગણાવ્યા છે.
સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહયું, સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના અદભૂત સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે. અમે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું. સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે. 26/11ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. આપણી અદાલતો તેને ન્યાય અપાવશે. પીએમ મોદીએ કહયું, ‘અમારૂં માનવું છે કે ભારત અને અમેરિકાની એકતા અને સહયોગ એક સારી દુનિયાને આકાર આપી શકે છે.
ટ્રમ્પે ભારતને એફ-35 ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી. આ સાથે તેમણે 2008ના મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત મોકલવાની પણ વાત કરી. તે જ સમયે, પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા. મોદીએ કહયું કે ખુશીની વાત છે કે મને ફરીથી ટ્રમ્પ સાથે કામ કરવાની તક મળી છે. ટ્રમ્પ અને મારી મુલાકાતનો અર્થ એક વત્તા એક એટલે અગિયાર.
ભારત ટેરિફ કીંગ, ત્યાં વેપાર કરવો અઘરો : ટ્રમ્પ
વડાપ્રધાન મોદી સાથેની બેઠકના થોડા કલાકો પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ટેરિફ જાહેર કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ’ભારત સૌથી વધુ ટેરિફ લગાવે છે અને એટલા માટે આંખના બદલે આંખની નીતિ અપનાવવામાં આવશે. ભારત દુનિયાના સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે.’
રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, ’પરંપરાગત રીતે, ભારત આ બાબતમાં ટોચ પર છે. કેટલાક નાના દેશો છે જે ખરેખર આનાથી વધુ છે, પરંતુ ભારતે ઘણા બધા ટેરિફ લગાવ્યા છે. મને યાદ છે કે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં પોતાની મોટરસાયકલ વેચી નહોતું શકતું, કારણ કે ભારતમાં ટેક્સ ખુબ વધારે હતો, ટેરિફ ખૂબ વધારે હતો, પરંતુ મને લાગે છે કે તેણે ટેરિફ ચૂકવવાનું ટાળવા માટે ભારતમાં એક ફેક્ટરી બનાવી છે અને તે જ લોકો અમારી સાથે કરી શકે છે. તેઓ અહીં એક પ્લાન્ટ અથવા અહીં જે પણ હોઈ શકે છે તે બનાવી શકે છે અને તેમાં તબીબી, કાર, ચિપ્સ અને સેમિક્ધડક્ટર્સ સામેલ છે.ટ્રમ્પે કહ્યું, ’ખૂબ જ સરળ શબ્દોમાં સમજો કે જો કોઈ અમારી પાસેથી ટેક્સ લેશે તો અમે પણ તેમની પાસેથી ટેક્સ લઈશું.’ આ કહીને, તેમણે સ્પષ્ટ કરી દીધું કે તે શા માટે રેસિપ્રોકલ ટેરિફને લાગુ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું કે, વ્યવસાયની બાબતમાં, મેં નક્કી કર્યું છે કે હું નિષ્પક્ષતાના હેતુ માટે પરસ્પર ટેક્સ લગાવીશ. જેનો અર્થ છે કે, જે પણ દેશો યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા પાસેથી ટેક્સ લેશે અમે તેમની પાસેથી ટેક્સ લઈશું. – ન તો વધારે કે ઓછા. તેઓ અમારી પાસેથી ટેક્સ અને ટેરિફ વસૂલે છે, આ ખુબ જ સરળ છે કે અમે તેમની પાસેથી બિલકુલ એવી જ રીતે વસૂલીશું. સીએનએન અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ થશે નહીં. તેનાથી અન્ય દેશો સાથે સંભવિત વ્યવસાયિક વાટાઘાટો માટે સમય મળી જશે.