Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયખતરાની ઘંટડી : દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર

ખતરાની ઘંટડી : દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર

કોરોનાના એક દિવસના આંકડાએ બનાવી નવી ટોચ : ગત 16 સપ્ટેમ્બરે નોંધાયા હતા 97,860 કેસ : છેલ્લા 24 કલાકમાં ભારતમાં નોંધાયા વિશ્વ સૌથી વધુ કેસ

- Advertisement -

દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બરના રોજ 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ 50,438નો વધારો થયો છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ મળી આવ્યા છે.

- Advertisement -

દેશમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે વેક્સિનેશન અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. લખનઉની સિવિલ હોસ્પિટલમાં સીએમ યોગીએ ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ દરમિયાન તેમણે લાયક લોકોને કોરોનાની વેક્સિન લગાવવા માટેની અપીલ પણ કરી હતી. વેક્સિન લગાવતા બાદ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ’દેશવાસીઓને નિ:શુલ્ક કોરોનાની વેક્સિન આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર, આ સાથે જ તેમણે કહ્યું કે હું તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું જેમણે સમય પર ભારતમાં બે વેક્સિન લોન્ચ કરી દીધી, આ વેક્સિન સંપૂર્ણપણે સલામત છે અને આપણે બધાએ આ વેક્સિન લગાવવી જોઈએ.

સમગ્ર દેશમાં મહામારી ભયાનક બની ગઇ છે, પરંતુ મહારાષ્ટ્રમાં એ સંપૂર્ણ રીતે બેકાબૂ છે. અહીં નવા સંક્રમિત થયાના ડેટા રોજ નવા રેકોર્ડો બનાવી રહ્યા છે. રવિવારે રાજ્યમાં 57,074 કેસ નોંધાયા હતા. તેની તુલના ભારત સિવાય બીજા દેશોમાં રવિવારે મળી આવેલા કેસો સાથે કરીએ તો ફક્ત ફ્રાન્સ (60,922) જ આગળ હતું. અત્યાર સુધીમાં દેશમાં લગભગ 1.26 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી લગભગ 1.17 કરોડ સાજા થયા છે અને 1.65 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 7.37 લાખ એક્ટિવ કેસ છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં એક દિવસના કોરોના કેસનો આંકડો વિશ્વમાં બીજા નંબરે

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 57,074 નવા કેસ નોંધાયા છે, જે એક જ દિવસમાં રાજ્યમાં સૌથી મોટો આંક છે. દેશોની સાથે તુલના કરીએ તો મહારાષ્ટ્ર કરતાં વધુ કેસો ભારતમાં અને એ પછી ફ્રાન્સમાં જ સામે આવ્યા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 60,922 દર્દી મળ્યા હતા. રાજ્યમાં 24 કલાકમાં 222 કોરોનાના દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અત્યાર સુધીમાં 30 લાખ 10 હજાર 597 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક 55,878 પર પહોંચી ચૂક્યો છે. કુલ કેસમાં મહારાષ્ટ્ર અન્ય દેશોની તુલનામાં એ 10મા ક્રમે પહોંચ્યું છે. એના કરતાં વધુ કેસો અમેરિકા, બ્રાઝિલ, સ્વયં ભારત, ફ્રાંસ, રશિયા, બ્રિટન, ઇટાલી, તુર્કી અને સ્પેનમાં છે.મહારાષ્ટ્ર સરકારે કોરોનાને હરાવવા માટે 30મી એપ્રિલ સુધી વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular