Monday, December 2, 2024
Homeરાજ્ય18 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નાની ઉંમરના દરેક વ્યક્તિને કોરોના વેક્સિન...

18 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નાની ઉંમરના દરેક વ્યક્તિને કોરોના વેક્સિન આપવા માંગણી

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત

- Advertisement -

દેશમાં કોરોના મહામારી બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં ફેલાઇ રહી છે. ત્યારે 18 વર્ષથી ઉપરના અને 45 વર્ષ કરતાં નાની ઉંમરની દરેક વ્યક્તિને કોરોનાનું વેક્સિનેશન કરવા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

આ પત્રમાં જણાવ્યું છે કે, દેશમાં કોવિડ-19 મહામારી બિમારીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં ફેલાવા જઇ રહેલ છે. ત્યારે દેશની યુવા જનરેશન કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધુ અને 45 વર્ષથી ઓછી છે. તેવા યુવાનો-યુવતિઓ કે, જેઓ તેમની ઉંમરના હિસાબે દેશના મોટાભાગના ધંધા-નોકરીઓ, વેપાર ઉદ્યોગો સાથે જોડાયેલા છે. તેવા લોકો આ 18 વર્ષ અને 45 વર્ષની વચ્ચેની વય મર્યાદામાં આવે છે. તેવા તમામ યુવાનો કે, પીઢ મધ્યમ વયના લોકો છે. તેવા બધાને રોજે-રોજ કોઇને કોઇ કારણસર બહાર સતત લોકોની વચ્ચે જવાનું થતું હોય છે. ત્યારે આ બધા લોકોએ ભારે ભીડભાડવાળી જગ્યાઓ વચ્ચેથી તેમજ બસો, ટ્રેનો કે એર દ્વારા ધંધાર્થે વારંવાર જવાનું તેમજ હરફર ફરજિયાતપણે રોજીરોટી કમાવા માટે કરવી પડે છે. ત્યારે અનેક લોકોના સંપર્કમાં આવવાનું થાય છે. તેવા સમયે આ બધા યુવાનો-યુવતિઓને આ કોવિડ-19 મહામારીથી સંક્રમીત થવાનો પણ ખૂબ જ મોટો ભય ઉપસ્થિત થાય છે.

આ તમામ બાબતો ધ્યાને લેતાં 18 વર્ષથી ઉપરની વયમાં આવતા તમામ યુવક-યુવતિઓને પણ આ કોવિડ-19ની મહામારીને વેક્સિનેશન કરવાનું તાત્કાલિક શરુ કરવામાં માંગણી કરવામાં આવી છે. કારણ કે, આ યુથ દેશની કરોડરજ્જુ છે. તેમજ સૌથી વધુ કોવિડ-19 થી સંક્રમિત થવાનો ભય પણ આ જ વય જૂથના લોકોને છે.

- Advertisement -

દેશ આજે કોવિડ-19ની મહામારી તથા અને અનેક લોકોના મૃત્યુના ભય સામે જજૂમી રહ્યો છે. ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વેક્સિનેશન કાર્યને પહોંચી વળવા માટે યુધ્ધના ધોરણે ખાનગી તબીબી સેવાનો લોકો તથા હોસ્પિટલોને પણ રિક્વિઝીટ કરી આ કાર્યમાં સહયોગ મેળવી શકાય.
આથી વહેલી તકે 18 વર્ષથી 45 વર્ષની વય જૂથમાં આવતાં લોકોને પણ વેક્સિનેશન થાય તેવી માંગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular