Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરાશે

દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરાશે

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાના કારણે કોઈ વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ અંગે એક યાદી જાહેર કરી અને કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની વાંધાજનક પોસ્ટ કે મેસેજ ન મોકલે તેવી અપીલ સાથે જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દેવભૂમિ દ્વારકા જિલ્લા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલના વોટ્સએપ નંબર 63596 27965 ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular