જામનગર જિલ્લામાં નાની લાખાણી ગામે રહેતા અને ખેતી કામ કરતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના નાની લાખાણી ગામે રહેતા અને ખેતીકામ કરતાં કૃષ્ણપાલસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.32) નામના યુવાને પોતાના રહેણાંકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયાનું તબિબોએ જણાવ્યું હતું. આ અંગે પ્રફૂલ્લસિંહ ખોરુભા જાડેજા દ્વારા પોલીસને જાણ કરતાં હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.