Friday, September 13, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના યુવાન પાસે પાંચ લાખની ખંડણીની માગણી

દ્વારકાના યુવાન પાસે પાંચ લાખની ખંડણીની માગણી

જોડિયા તાલુકાના ખીરીના માથાભારે શખ્સોએ ડરાવ્યો : રૂા. 20 હજારની રોકડ પડાવી લીધી : ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હીરાભા સાજણભા જેસાભા માણેક નામના 37 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમજ તેમના ભાઈ-બહેનોની સંયુક્ત માલિકીની જમીન દ્વારકા તાબેના વાંચ્છું ગામે આવેલી છે. દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર સોમનાથ હાઈવે રોડ પર આવેલી તેમની રેવન્યુ સરવે નંબર 742 વાળી બિનખેતી જમીનના અગાઉ કરવામાં આવેલા સરવે નંબર પ્રમોલગેશન વખતે ખોટી રીતે બેસાડી હોવાનું જણાવી અને વાંચ્છું ગામના રહે ધીરુભા હરિયાભા માણેક નામના શખ્સે હાઇકોર્ટમાં ફરિયાદી વિરુદ્ધ રીટ કરવાનું જણાવી અને વકીલ મારફતે નોટીસ પાઠવી હતી.

- Advertisement -

ત્યારબાદ આરોપી ધીરુભા માણેકએ ફરિયાદી હીરાભા સાજણભાને દ્વારકા નજીકના બરડીયા ઓવરબ્રિજ પાસે રૂબરૂ બોલાવીને અહીં રહેલા અન્ય આરોપી એવા જોડિયા તાલુકાના ખીરી ગામના દેવરાજ હેમરાજ મકવાણા અને તુષાર હાથલીયા બંને માથાભારે હોવાનું કહી તેમને ડરાવ્યા હતા. આ રીતે આરોપી તુષાર હાથલીયા સાથે ફોનમાં વાતચીત કરાવી અને તેણે ફરિયાદી હીરાભા પાસે રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી. જો તેઓ આ રકમ નહીં આપે તો પોતે દવા પીને તેમને હેરાન પરેશાન કરી નાખશે અને આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આટલું જ નહીં, ફરિયાદી પાસે રહેલા રૂપિયા 20,000 ની રોકડ રકમ આરોપી ધીરૂભા હરિયાભા માણેકએ પડાવી લીધી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ત્રણેય શખ્સો સામે બી.એન.એસ.ની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular