Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ નજીક એસ.ટી. બસના ચાલકનો કાઠલો પકડી ધમકી આપી

કાલાવડ નજીક એસ.ટી. બસના ચાલકનો કાઠલો પકડી ધમકી આપી

જામનગર-સોમનાથ રૂટની બસના ચાલકની ફરજમાં રૂકાવટ : જુનાગઢના શખ્સને લઘુશંકા માટે ગોલાઇ બાદ બસ ઉભી રાખવાનું કહેતા મામલો મેદાને : પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની ગોલાઇ પાસેથી પસાર થતી એસટી બસના ચાલકને મુસાફરે લઘુશંકા કરવા માટે બસ ઉભી રાખવાનું કહેતાં ડ્રાઇવરે ગોલાઇ બાદ બસ ઉભી રાખવાનું જણાવતાં શખ્સે ડ્રાઇવરનો કાઠલો પકડી ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં શિતળા કોલોનીમાં રહેતા અને ગુજરાત એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં અનિરુધ્ધસિંહ કનુભા વાઢેર બેચ નં. 40 નામના ચાલક સોમવારે બપોરના સમયે જામનગર-સોમનાથ રુટની જીજે-18-ઝેડટી-0748 નંબરની બસ લઇને જામનગરથી સોમનાથ જતાં હતાં ત્યારે રસ્તામાં કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની ગોલાઇ પાસે પહોંચ્યા ત્યારે જુનાગઢના દિલીપસિંહ સિસોદીયા નામના મુસાફરને લઘુશંકા કરવા જવું હોય, જેથી તેણે ડ્રાઇવર અનિરુધ્ધસિંહને બસ રોકવા કહ્યું હતું પરંતુ ગોલાઇ આવતી હોવાથી ડ્રાઇવરે ગોલાઇ બાદ બસ ઉભી રાખવાનું જણાવતાં દિલીપસિંહે ઉશ્કેરાઇને ડ્રાઇવરને જેમ-ફાવે તેમ ગાળો કાઢી શર્ટનો કાઠલો પકડી પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી.

આ અંગેની જાણ કરાતાં પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે અનિરુધ્ધસિંહ વાઢેર નામના એસ.ટી. બસના ચાલકના નિવેદનના આધારે જુનાગઢના દિલીપસિંહ સિસોદીયા વિરુધ્ધ ફરજમાં રુકાવટ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular