Tuesday, October 8, 2024
Homeરાજ્યહાલારચોરાઉ મોટરસાઈકલ સાથે શખ્સ ઝડપાયો

ચોરાઉ મોટરસાઈકલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

ખંભાળિયા પોલીસ સ્ટેશનના ચોરીના કેસમાં નાસતો ફરતો તેમજ ચોરીના કેસમાં ચોરાઉ મોટરસાઈકલ સાથે એક શખ્સને સીક્કા પોલીસે ઝડપી લઇ રૂા.40000 ની કિંમતનું મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં નાસતો ફરતો તથા ખંભાળિયાના મોટરસાઈકલ ચોરીના કેસનો આરોપી સલીમ આદમ સુંભાણિયા નામનો શખ્સ હાલમાં ચોરાઉ મોટરસાઈકલ સાથે સીક્કા પાટીયા થી સીક્કા ગામ તરફ જતો હોવાની સીક્કાના હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, હેકો અર્જુનસિંહ જાડેજા તથા પો.કો. જયપાલસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલા અને સર્કલ પીઆઈ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ વી સરવૈયા, જીતેન્દ્રસિંહ જાડેજા, હેકો અર્જુનસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, લાલજીભાઇ રાતડિયા, રઘુવીરસિંહ જાડેજા, વિજયભાઈ કારેણા તથા દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા સલીમ આદમ સુંભાણિયાને રૂા.40000 ની કિંમતના જીજે-10-બીએન-5223 નંબરના મોટરસાઈકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular