Friday, September 18, 2026
Homeરાજ્યહાલારધ્રોલના માણેકપર ગામે પ્રૌઢને ચક્કર આવતા બેશુદ્ધ થયા બાદ મોત

ધ્રોલના માણેકપર ગામે પ્રૌઢને ચક્કર આવતા બેશુદ્ધ થયા બાદ મોત

ધ્રોલના માણેકપર ગામે પ્રૌઢને પોતાના ઘરે ચક્કર આવતાં બેશુદ્ધ થઇ જતાં સારવારઅર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં વસવાટ કરતાં ઉમેશભાઇ લખમણભાઇ બરાંભિયા (ઉ.વ.58) નામના પ્રૌઢ તા. 18ના સવારના સમયે ધ્રોલના માણેકપર ગામે પોતાના ઘરે હતા. આ દરમ્યાન અચાનક ચક્કર આવતાં બેશુદ્ધ થઇ ઢળી પડયા હતા. તેમને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે રણછોડભાઇ લખમણભાઇ બરાંભિયાએ પોલીસને જાણ કરતા ધ્રોલ હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular