Wednesday, July 8, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા: રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાત

ખંભાળિયા: રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાત

ખંભાળિયાના કુંભારપાડામાં લાંબા સમયથી રિસામણે રહેલી પરિણીતાએ કોઇ કારણસર દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં કુંભાર પાડો વિસ્તારમાં રહેતા સાયરાબાનુ ઈરફાનભાઈ ભાયા (ઉ.વ. 26) નામના પરિણીત મહિલા છેલ્લા આશરે પાંચેક વર્ષથી તેમના પિયરના ઘરે રિસામણે હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણસર ગઈકાલે મંગળવારે તેમણે અહીં પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવની જાણ ગફારભાઈ મોવરે કરેલી જાણના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિણીતાએ શા માટે આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular