જામનગર શહેર નજીક ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ પસાર થતી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે તલાશી લેતાં 108 બોટલ દારૂ સાથે દંપતિને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર નજીક આવેલી ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠકના માર્ગમાં કારમાં દારૂનો જથ્થો પસાર થવાની વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા, રવિરાજસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ વી. એમ. ડોડિયા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલભાઇ સોનગરા, મહેશભાઇ મોરી, શૈલેષભાઇ ઠાકરિયા, હિતેષભાઇ સાગઠિયા, સુનિલભાઇ ડેર, હરપાલસિંહ પરમાર, વિજયભાઇ કાનાણી, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, કિશોરભાઇ ગાગિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની જીજે06 ઇકયુ 2315 નંબરની મારૂતિ વેગનઆર કાર પસાર થતાં પોલીસે કારને આંતરી લીધી હતી.
પોલીસે કારની તલાશી લેતાં કારના ચોરખાનામાં સંતાડેલી રૂા. 56,400ની કિંમતની 108 બોટલ દારૂ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને રૂા. 10 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઇલ તથા રૂા. પાંચ લાખની કાર સાથે મૂળ વલસાડ જિલ્લાના વાપી ગામના વતને અને જામનગર શહેરમાં 59, દિગ્વિજય પ્લોટના છેડે રેહતાં વિનોદ નાનજી દામા (ઉ.વ.38) અને તેની પત્ની પ્રિયાબેન વિનોદ દામા (ઉ.વ. 37) નામના દંપતિને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 5,86,400નો મુદ્ામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


