Wednesday, July 8, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમારું પાચનતંત્ર ચોમાસા માટે તૈયાર છે?

શું તમારું પાચનતંત્ર ચોમાસા માટે તૈયાર છે?

વરસાદી વાયરસથી બચવા આજે જ કરો આટલું

ઉનાળાની આકરી ગરમી પછી જ્યારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગે અને ચોમાસાની આહટ સંભળાય, ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે. પરંતુ, આ બદલાતી ઋતુ પોતાની સાથે માત્ર ઠંડક જ નથી લાવતી, પણ અસંખ્ય વાયરસ, બેક્ટેરિયા અને ઈન્ફેક્શનનું જોખમ પણ લાવે છે. જામનગરમાં હજી વરસાદ પૂરેપૂરો જામ્યો નથી, એટલે કે આ ‘પ્રી-મોન્સૂન’ સમયગાળો આપણા શરીરને આગામી ઋતુ માટે તૈયાર કરવાનો  સુવર્ણ સમય છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે આપણી 80% રોગપ્રતિકારક શક્તિ આપણા ગટ એટલે કે પાચનતંત્ર પર નિર્ભર કરે છે. ચાલો જાણીએ કે વરસાદના આગમન પહેલાં બોડી ડિટોક્સ કરવું કેમ જરૂરી છે અને આયુર્વેદિક તથા આધુનિક પદ્ધતિથી ગટ હેલ્થને કેવી રીતે સુધારી શકાય.

- Advertisement -

1. પ્રી-મોન્સૂન ડિટોક્સ કેમ જરૂરી છે?

  • આયુર્વેદમાં બે ઋતુઓ વચ્ચેના બદલાવના સમયને ‘ઋતુ સંધિ’ કહેવામાં આવે છે. ઉનાળામાં શરીરની જઠરાગ્નિ મંદ હોય છે, અને ચોમાસાની શરૂઆતમાં વાયુ અને પિત્તનો પ્રકોપ વધે છે.
  • બેક્ટેરિયાનું આક્રમણ: હવામાં ભેજ વધવાને કારણે વાતાવરણમાં બીમારી ફેલાવતા જીવાણુઓ ઝડપથી વધે છે.
  • નબળું પાચન: આ સીઝનમાં પાચનતંત્ર સૌથી વધુ સંવેદનશીલ અને નબળું હોય છે, જેથી ગેસ, એસિડિટી, ફૂડ પોઇઝનિંગ અને ડાયેરિયા જેવી સમસ્યાઓ તરત જ માથું ઉંચકે છે. જો અત્યારથી જ શરીરના ટોક્સિન્સ બહાર કાઢી લેવામાં આવે, તો ચોમાસા દરમિયાન ઈમ્યુનિટી સુપરસ્ટ્રોન્ગ રહે છે.

2. આયુર્વેદિક પદ્ધતિ: પાચનની અગ્નિને પ્રજ્વલિત કરવાના ઉપાયો

  • આયુર્વેદ શરીરને અંદરથી સાફ કરવા અને જઠરાગ્નિને મજબૂત કરવા પર ભાર મૂકે છે:
  • હળવો અને ગરમ ખોરાક : ચોમાસું બેસે તે પહેલાંથી જ ડાયેટમાં ભારે, તળેલું અને વાસી ખાવાનું બંધ કરવું જોઈએ. મૂંગ દાળની ખીચડી, ગરમ સૂપ અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો.
  • ઉકાળો : દિવસમાં એકવાર આદુ, કાળા મરી, તુલસી અને તજની બનેલી હર્બલ ટી પીવી. આદુ પાચનતંત્રને ઉત્તેજિત કરે છે અને વાયુનો નાશ કરે છે.
  • ત્રિફળા ચૂર્ણનો પ્રયોગ : રાત્રે સૂતી વખતે હૂંફાળા પાણી સાથે અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ લેવાથી આંતરડા સાફ થાય છે અને કબજિયાત દૂર થાય છે.
  • કડવા લીમડા અને હળદરનો ઉપયોગ : સવારે ખાલી પેટે થોડી હળદર નવશેકા પાણી સાથે લેવાથી લોહી શુદ્ધ થાય છે અને શરીરની અંદરના હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે.
  • હળદરવાળું દૂધ :રાત્રે સૂતા પહેલાં હૂંફાળા દૂધમાં અડધી ચમચી હળદર અને ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીને પીવું એ આ સીઝન માટે અમૃત સમાન છે.વરસાદી વાયરસ અને શરદી-ઉધરસ સામે લડવા માટે શરીરને અંદરથી મજબૂત કરે છે.
  • ટિપ: જો કોઈને ચોમાસાની શરૂઆતમાં દૂધ પચવામાં ભારે પડતું હોય, તો દૂધ ઉકાળતી વખતે તેમાં સહેજ આદુ અથવા સૂંઠનો પાવડર ઉમેરી દેવો, જેથી તે સરળતાથી પચી જાય.

3. આધુનિક પદ્ધતિ :

  • આધુનિક મેડિકલ સાયન્સ કહે છે કે આપણા આંતરડામાં કરોડો ‘ગુડ બેક્ટેરિયા’ હોય છે, જે આપણને બીમારીઓ સામે બચાવે છે. તેને મજબૂત કરવા માટે:
  • પ્રોબાયોટિક્સ ખોરાકમાં ઘરના તાજા દહીં, છાશ અથવા કાંજી જેવા પ્રોબાયોટિક્સનો સમાવેશ કરો. તે આંતરડાના સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે, જેથી પાચન ઝડપી બને છે.
  • પ્રીબાયોટિક્સ ગુડ બેક્ટેરિયાના ખોરાકને પ્રીબાયોટિક કહેવાય છે. લસણ, ડુંગળી, કેળા અને ઓટ્સ આંતરડાની હેલ્થ માટે ઉત્તમ પ્રીબાયોટિક્સ છે.
  • હાઇડ્રેશન ચોમાસામાં તરસ ઓછી લાગે છે, પણ શરીરને ડિટોક્સ કરવા પાણી ખૂબ જરૂરી છે. દિવસભર ઉકાળેલું પાણી ગાળીને પીવાનો આગ્રહ રાખો. તે શરીરના કચરાને બહાર ફેંકે છે.
  • સીઝનલ ફ્રુટ્સ: અત્યારે જાંબુ, પપૈયું, દાડમ અને સફરજન જેવા ફળો ખાવા જોઈએ જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.

4. પ્રી-મોન્સૂન દરમિયાન શું ટાળવું?

  • શરીરને ડિટોક્સ કરતી વખતે કેટલીક બાબતોથી અંતર રાખવું અનિવાર્ય છે:
  • સ્ટ્રીટ ફૂડ અને ખુલ્લો ખોરાક: આ સીઝનમાં પાણીજન્ય રોગો જેવા કે ટાઈફોઈડ અને કમળો થવાનું જોખમ સૌથી વધુ હોય છે, તેથી બહારની લારીઓ પર ખાવાનું બિલકુલ ટાળવું.
  • પાંદડાવાળા શાકભાજી બાબતે સાવધાની: કોબીજ, પાલક જેવી શાકભાજીમાં અત્યારથી જ ઝીણા જીવડાં અને બેક્ટેરિયા થવા લાગે છે. જો ખાવી જ હોય, તો તેને ગરમ પાણી અને મીઠાથી બરાબર ધોઈ, બાફીને જ ઉપયોગમાં લેવી.
  • વધુ પડતી ડેરી પ્રોડક્ટ્સ અને ચીઝ: આ વસ્તુઓ પચવામાં ભારે હોય છે અને ચોમાસાની શરૂઆતમાં પેટમાં ઈન્ફેક્શન વધારી શકે છે.

ચોમાસાની ઋતુ પ્રકૃતિને નવું જીવન આપે છે, પરંતુ આપણું શરીર આ ઋતુનો આનંદ ત્યારે જ માણી શકશે જ્યારે આપણું સ્વાસ્થ્ય અંદરથી મજબૂત હશે. વરસાદની ધમાકેદાર ઇનિંગ શરૂ થાય તે પહેલાંનો આ સમય આપણી પાસે એક ‘વિન્ડો ઓફ ઓપોરચ્યુનિટી’ જેવો છે. આયુર્વેદિક ઉકાળા અને આધુનિક ગટ-ફ્રેન્ડલી ડાયેટના સમન્વયથી જો આપણે અત્યારથી જ શરીરને ડિટોક્સ કરી લઈશું, તો ચોમાસાની આહલાદક ઋતુમાં આપણે બીમારીઓથી મુક્ત રહીને વરસાદની દરેક ક્ષણને માણી શકીશું.

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular