જામનગર શહેરના બારદાનવાલા કોમ્પ્લેક્ષમાં રહેતો વણિક યુવાન ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા જતાં યુવાનની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના વિકટોરિયા પુલ પાસે આવેલા બારદાનવાલા કોમ્પ્લેક્ષ, ફ્લેટ નંબર 113માં રહેતાં પ્રફૂલ્લભાઇ મહેતાના પુત્ર નેહારભાઇ મહેતા (ઉ.વ.28) નામનો નોકરી કરતો યુવાન તેન ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહેતાં પરિવાર દ્વારા શોધખોળ બાદ મળી નહીં આવતાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરાતા હે.કો. ટી.કે.પાંભરે ગૂમનોંધના આધારે યુવાનની શોધખોળ હાથ ધરી હતી.


