જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતાં ખેડૂત યુવાને અગમ્ય કારણોસર તેના ઘરે હિંડોળાના હૂકમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આત્મહત્યાના બનાવન મળેલી વિગત પ્રમાણે જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા અને મજૂરી કરતા હેમતભાઇ સિદાભાઇ કરંગિયા (ઉ.વ.32) નામના યુવાને ગત્ તા. 26ના રોજ સાંજના સમયે તેના ઘરે હિંડોળાના હૂકમાં અગમ્ય કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા સિદાભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆ એલ. આર. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકના યુવાનના આત્મહત્યાનું કારણ જાણવા સહિતની તપાસ આગળ ધરી હતી.


