Monday, June 29, 2026
Homeરાજ્યહાલારમીઠાપુરમાં સામાન્ય બાબતે ઝઘડામાં યુવાનની હત્યાનો પ્રયાસ

મીઠાપુરમાં સામાન્ય બાબતે ઝઘડામાં યુવાનની હત્યાનો પ્રયાસ

સુરજકરાડી ગામમાં રહેતા યુવાનને જમીનના પેસાની લેતીદેતી બાબતે પૂછવામાં આવતાં એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષા ચઢાવી દઇ હત્યાનો પ્રયાસ કરાયો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અને પત્રકારત્વ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા રામભા ભીમાભા જગતિયા (ઉ.વ. 48) નામના યુવાનને આરોપી નથુભા આલાભા માણેક (રહે. ભીમરાણા)ના સાસુના જમીનના પૈસાની લેતી દેતી બાબતે નથુભા માણેક દ્વારા પૂછવામાં આવતા ફરિયાદી રામભા જગતિયાએ કહેલ કે “તે તારી સાસુ અને મારે જોવાનું છે” એમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી રામભાને ઢીકાપાટુનો માર મારી, તેમનું શર્ટ ફાડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ચાલ્યો ગયો હતો.

આ પછી ફરિયાદી રામભા જગતિયા અન્ય યુવાનો સાથે નજીકની એક હોટલમાં બહાર ખાટલા ઉપર બેઠા હતા, ત્યારે આરોપી નથુભા તેમની ઓટો રીક્ષા લઈને આવ્યો હતો અને પૂરઝડપે આવી અને ફરિયાદી રામભા તેમજ આ સ્થળે રહેલા અન્ય સાહેદો ફિરોજભાઈ માંગલીયા, રણજીતસિંહ નવલસિંહ જેઠવા વિગેરે પર મારી નાખવાના ઇરાદે રીક્ષા ચડાવી દીધી હતી. જેના કારણે તેઓને શરીરના જુદા જુદા ભાગોમાં નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ રીતે આરોપી દ્વારા પોતાની રીક્ષા વડે ફરિયાદી રામભા જગતિયા અને અન્ય સાહેદોને મારી નાખવાના ઇરાદાથી પોતાની રીક્ષા વડે ઇજાઓ પહોંચાડી રીક્ષા લઈને નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જેને અનુલક્ષીને મીઠાપુર પોલીસે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, સ્થાનિક ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ મીઠાપુરના પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular