Monday, June 29, 2026
Homeરાજ્યહાલારભરાણાના યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

ભરાણાના યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

ખંભાળિયાના ભરાણા ગામમાં રહેતાં યુવાનને કાંઇ કામકાજ કરી શકતા ન હોય તથા તબિયત બરાબર ન રહેતી હોય, સતત મરવાના વિચારો આવતા હોય દરમ્યાન તેમને શનિવારે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ. 37) નામના યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને છેલ્લા આશરે અઢી મહિનાથી તેણે દારૂ પીવાનું મૂકી દીધું હતું. જેના કારણે તેમને શરીરમાં નબળાઈ રહેતી હોય, અને તેઓ કંઈ કામ કરી શકતા ન હતા. આ પરિસ્થિતિમાં તેમને સતત મરવાના વિચારો આવતા હતા. તેમણે શનિવારે બપોરના સમયે પોતાના ઘરે છતના હુકમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નિલેશસિંહ ભરતસિંહ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular