Tuesday, June 2, 2026
Homeરાજ્યહાલારદરગાહના દર્શન કરી પરત ફરતાં બાઇક અથડાતાં કિશોરનું મોત

દરગાહના દર્શન કરી પરત ફરતાં બાઇક અથડાતાં કિશોરનું મોત

જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસે ઓવરબ્રિજના છેડે બે મોટરસાઈકલ અથડાતા 17 વર્ષના કિશોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય સગીરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના રામરહીમનગરમાં રહેતાં શોકતભાઈ ફિરોજભાઈ સુરંગી તથા તેના મામાનો દિકરો સાહીલ નોડે અને તેના ફઈનો દિકરો નાઝીમ સીદીક કકકલ (ઉ.વ.17) અને તેના કાકાનો દિકરો જુબેર એમ ચાર લોકો બે અલગ-અલગ બાઇક લઇ ધ્રોલ ગેબનશાહ પીરની દરગાહેથી દર્શન કરી પરત જોડિયા આવતા હતાં ત્યારે ભાદરા પાટીયા પાસે કેશિયા ગામ નજીક દ્વારકાધીશ હોટલ પાસે પહોંચતા અલબાજ મુબારકભાઇ ગોધાવિયાએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી નાઝિમના બાઇક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જુબેરને ગોઠણમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે નાઝીમને માથાના ભાગે તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવ અંગે શોકતભાઇની જાણના આધારે હે.કો. બી. બી. જાડેજા તથા સ્ટાફે બાઇકચાલક અલબાજ વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular