Friday, May 1, 2026
Homeરાજ્યગુજરાતસ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના વાણીભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના વાણીભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના વાણી ભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી મઘ્યરાત્રીના સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામતા જૈન સમાજમાં શોક છવાય ગયો મહાસતીની પાલખી યાત્રા આજે બપોરે 4-00 કલાકે લોણીકંગ ખાતેથી નિકળશે.

- Advertisement -

મળતી વિગત મુજબ સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘના સંસ્કાર ભારતી, વાણી ભૂષણ પૂ. પ્રીતિસુધાજી મહાસતીજી 83 વર્ષની ઉંમરે 64 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. 01/05/26ના રાત્રે 1:12 કલાકે પૂનામાં સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામતાં જૈન સમાજમાં શોક છવાયો છે. નાસિકમાં માતા શાંતાબેન અને પિતા ભીકમચંદજી સોનીના ગૃહાંગણે તા. 01/09/1943 ના જન્મેલા પૂ. પ્રીતિસુધાજી મહાસતીજીએ પોતાના રત્નકુક્ષિણી માતા પૂ. સુશીલકુંવરજી મ.સ. સાથે પીપલગાંવમાં તા. 07/03/1962 ના આચાર્ય પૂ. આનંદઋષિજી મ.સા.ના હસ્તે પૂ. ઉજ્જવલકુંવરજી મ.સ.ની સમીપે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી હતી. કુલ 7 બહેનો એ દીક્ષા ગ્રહણ કરી હતી.

સંસ્કાર ભારતી પૂ. મહાસતીજીની પાલખી યાત્રા શુક્રવારે બપોરે 4:00 કલાકે લોણીકંદ, ક્ષેત્રપાલ પ્રતિષ્ઠાન ખાતેથી નીકળશે. લાખો લોકોને વ્યસન, માંસાહાર ત્યાગ કરાવનાર મહાસતીજીને પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ. તાજેતરમાં દેવલાલીમાં મંગલ મિલન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular