Tuesday, June 16, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયનોઇડા પ્રથમ ફ્લાઇટમાં નાનકડી પાયલટે સૌનું ધ્યાન ખેંચ્યું - VIDEO

નોઇડા પ્રથમ ફ્લાઇટમાં નાનકડી પાયલટે સૌનું ધ્યાન ખેંચ્યું – VIDEO

170 ખેડૂતોએ હવાઈ મુસાફરી કરી

ઉત્તરપ્રદેશ જેવરમાં આવેલા નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગઈકાલે પહેલી ફલાઈટે ઉડાન ભરી હતી. પ્રથમ ફલાઈટમાં આ મેગા પ્રોજેકટ માટે પોતાની જમીન નિસ્વાર્થપણે આપનારા 170 જેટલા ખેડૂતોને મુસાફરી કરાવવામાં આવી હતી. ત્યારે વીડિયોમાં દ્રશ્યો જોઇ શકાય છે કે બધા ખેડૂતો પ્રથમ ફલાઈટમાં બેસીને કેટલાં ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ ફલાઈટમાં બેસનારામાંથી કેટલાંક લોકો તો તેમને લાઈફમાં પ્રથમ વખત હવાઈ મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે ખેડૂતોએ આ પ્રોજેકટ માટે પોતાની જમીનનું દાન કર્યુ હતું. જેના વગર આ પ્રોજેકટ શકય ન બનત તેમ સરકાર માની રહી છે.

- Advertisement -

નોઇડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો એક ખુબ જ સુંદર વીડિયો લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. પ્રારંભના દિવસે એક નાનકડી બાળકીએ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાનકડી સફા પાઈલટના યુનિફોર્મમાં જોવા મળી હતી. જેના પરિણામે હાજર દરેક મુસાફરો અને અધિકારીઓની નજર તેના પર અટકી ગઈ હતી તે હાથમાં ફુલોના ગુલદસ્તા સાથે જોવા મળી રહી છે. જે ખુશી ખુશી દરેકને ફુલ આપી રહી છે તો લોકો પણ આ નાનકડી કયુટ પાયલટ સાથે ફોટો પડાવી રહ્યા છે. આ નિર્દોષ બાળકીનો અંદાજ એરપોર્ટના વાતાવરણને આનંદમય બનાવી રહ્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular