Wednesday, June 17, 2026
Homeવિડિઓજામનગરના આમરા ગામે બુધવારી બજાર બંધ કરવાના વિવાદમાં ફેરિયાઓ મેદાને -VIDEO

જામનગરના આમરા ગામે બુધવારી બજાર બંધ કરવાના વિવાદમાં ફેરિયાઓ મેદાને -VIDEO

જામનગરના આમરા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ભરાતી ‘બુધવારી ગુજરી બજાર’ હવે વિવાદના વંટોળમાં ફસાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા આ બજાર બંધ કરવાનો ઠરાવ કરવામાં આવતા, અહીં પોતાનો વ્યવસાય કરતા 100થી વધુ નાના ફેરિયાઓ અને વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

આમરા ગામમાં વર્ષોથી બુધવારે ભરાતી આ ગુજરી બજાર અનેક નાના વેપારીઓ માટે આજીવિકાનું મુખ્ય સાધન છે. પરંતુ, ગ્રામ પંચાયત દ્વારા અચાનક આ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા 100થી વધુ પરિવારોની રોજી-રોટી સામે સંકટના વાદળો ઘેરાયા છે.

- Advertisement -

આ નિર્ણયનો વિરોધ કરતા નાના વેપારીઓનું કહેવું છે કે, અમે વર્ષોથી આ બજારમાં માલ વેચીને ગુજરાન ચલાવીએ છીએ. જો આ બજાર બંધ થઈ જશે, તો અમારા નાના ધંધા પડી ભાંગશે અને અમારે ભૂખમરાની સ્થિતિમાં આવી જવું પડશે. સરકાર અને તંત્રએ અમારા જેવા નાના માણસોની રોજી છીનવવી ન જોઈએ.

- Advertisement -

પોતાની આજીવિકા બચાવવા માટે ગામના ફેરિયાઓએ એકજૂટ થઈને અવાજ ઉઠાવ્યો છે. વેપારીઓએ લેખિત રજૂઆત કરીને આમરા ગામના સરપંચ, તલાટી-કમ-મંત્રી, જિલ્લા વિકાસ અધિકારી અને જામનગર કલેકટર સુધી પોતાની વ્યથા પહોંચાડી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને માંગ કરી છે કે આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે અને બુધવારી બજારને યથાવત રાખવામાં આવે.

હવે જોવાનું એ રહ્યું કે, નાના વેપારીઓની આ આજીવિકા બચાવવા માટે તંત્ર દ્વારા શું નક્કર પગલાં લેવામાં આવે છે અને શું આ ગુજરી બજાર ફરી ધમધમતી રહેશે કે કેમ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular