જામનગર વકીલ મંડળ દ્વારા ઉનાળાની ગરમીમાં રાહત માટે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ કોર્ટ બિલ્ડીંગ સામે વકીલો તથા સ્ટાફ સહિતનાઓ માટે આયોજન થયું હતું.

જામનગર વકીલ મંડળ દ્વારા તા. 16ના સિવિલ કોર્ટ બિલ્ડીંગ સામે વકીલો, સ્ટાફ તથા કોર્ટમાં આવતા અરજદારો માટે વિનામૂલ્યે છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ નિ:શૂલ્ક છાસ વિતરણના સેવાયજ્ઞમાં ભરતભાઇ સુવા, મનોજભાઇ ઝવેરી, જયેન્દ્રસિંહ ઝાલા, વનરાજભાઇ મકવાણા, દીપક ગચ્છર, માનસીબેન જાટિયા, પીયૂષભાઇ ભોજાણી, ગીરિશભાઇ ગોજિયા, મનોજભાઇ અનડકટ, આરીફભાઇ ગોદર, રાજેશભાઇ ગોસાઇ, યુ. ડી. ચાવડા, હિતેનભાઇ અજુડિયા, જાગૃતિબેન વ્યાસ, કલ્પનાબેન વ્યાસ, ભાવિકાબેન જોષી, હર્ષિદાબેન જેઠવા, અબેદાબેન કાદરી, કલ્પનાબેન રાજાણી, વનરાજસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ ગોહિલ, કંદર્પભાઇ ધોળકિયા, દીપક ભાલારા, કમલેશ તિર્થાણી, રોહિત કોરડિયા સહિતના વકીલોના આર્થિક સહયોગથી આ છાસ વિતરણ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
સમગ્ર આયોજન માટે જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવા, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી દીપક ગચ્છર, લાઇબે્રેરી સેક્રેટરી જયદેવસિંહ જાડેજા, ખજાનચી ચાંદનીબેન પોપટ, મહિલા પ્રતિનિધિ રાધાબેન રાવલિયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.


