દ્વારકામાં એસટી બસ સ્ટેશનની સામે વાલ્મિકીવાસમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે રહેતા વિવેક જાદવભાઈ વાઘેલા (ઉ.વ. 25) નામના યુવાને મંગળવારે પોતાના રહેણાંક મકાનના રૂમના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની મૃતકના ભાઇ સંદીપ દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે બનાવ સ્થળે પહોેંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


