લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામના પાદરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા. 10,200ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામના પાદરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમાતો હોવાની જાણના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન સાજણ ઉર્ફે સેજા આબા ગોસરિયા, સુરેશ કિશોર કમેજારિયા, સંજય લાલજી કમેજારિયા, રમેશ રવજી કમેજારિયા, હબીબ જીવા થૈયમ નામના પાંચ શખ્સોને રૂા. 10,200ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ નાસી થયેલા અનિલ બાવદીન થૈયમ સહિતના 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


