યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ગોમતીઘાટ પર બે લોકો દરિયાના પાણીમાં તણાઈ જવાની ઘટના બનતા ભારે ચકચાર મચી હતી. સદનસીબે સ્થળ પર હાજર રહેલા લોકોએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા ગોમતીઘાટ વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. હાલ ગોમતીઘાટ પર સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દરિયા નજીક જવા પર પણ રોક લગાવવામાં આવી છે.
લોકો દરિયાના કિનારા સુધી પહોંચી ન શકે તે માટે સ્થળ પર હોમગાર્ડ અને પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા કર્મીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ દરિયા નજીક જવાનો પ્રયાસ કરે તો તેને દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
View this post on Instagram
તંત્ર દ્વારા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને પણ દરિયાકાંઠે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. દરિયામાં ઉછળતા મોજાં અને પ્રવાહને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે.


