Thursday, April 30, 2026
Homeરાજ્યજામનગરઆગામી અઢી વર્ષ માટે જામનગરને મળશે છઠ્ઠા મહિલા મેયર

આગામી અઢી વર્ષ માટે જામનગરને મળશે છઠ્ઠા મહિલા મેયર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી ભવ્ય વિજય મેળવ્યો છે. જામનગરની 64 બેઠકો પૈકી ભાજપે 60 બેઠકો કબ્જે કરી વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે ત્યારે જામનગરના પ્રથમ નાગરીક (મેયર) કોણ બનશે તેની અટકળો શરૂ થઇ ચૂકી છે આમી અઢી વર્ષ માટે મેયર પદ સામાન્ય મહિલા અનામત છે ત્યારે કોણ મેયર બને છે તે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે.

- Advertisement -

એક સમયે જામનગર મહાનગરપાલિકામાં અપક્ષોનો દબદબો રહેતો હોય મેયર અને સ્ટે. ચેરમેન પણ અપક્ષો જ બનતા હતા તે સમયે લીલાધર પટેલ, હેમતભાઇ માડમ, ભીખુભાઇ વાઘેલા, હસમુખ જેઠવા જેવા નેતાઓ પક્ષમાં હોય કે ન હોય કશો ફરક પડતો ન હતો અને તેઓ આપ બળે ચૂંટાઇ આવતા હતા આમ જામનગર મહાનગરપાલિકામાં અપક્ષોનું વર્ચસ્વ જોવા મળતુ હતું. વર્ષ 2005માં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગર શહેરમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કર્યો જેમાં જંગી સમર્થન જોવા મળ્યુ હતું જેમાં અપક્ષોની સંખ્યા સિમીત થઇ અને ભાજપા સંપૂર્ણ બહુમતી સાથે સત્તા સ્થાને આવી ગયું હતું.

આ વખતે ભાજપાએ ઇતિહાસ રચી 64માંથી 60 બેઠકો કબ્જે કરી છે જામનગરના 16 વોર્ડ પૈકી 15 વોર્ડમાં ભાજપાની પેનલ વિજેતા થઇ છે એક માત્ર વોર્ડ નં.12માં કોંગ્રેસ અને આપના બે-બે ઉમેદવારોનો વિજય થયો છે હાલ ભાજપાના 30 પુરૂષો અને 30 મહિલા ઉમેદવારો વિજેતા થયા છે આ વખતે મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે ત્યારે જામનગરના ભાજપાના જીતેલા 30 મહિલા ઉમેદવારો પૈકી કોણ મેયર બને છે તે ટૂંક સમયમાં સ્પષ્ટ થશે. અત્યાર સુધીમાં જામનગર મહાનગરપાલિકામાં સરલાબેન ત્રિવેદી, જયશ્રીબેન જાની, અમીબેન પરીખ, પ્રતીભાબેન કનખરા, બીનાબેન કોઠારી સહિત પાંચ મહિલાઓ મેયરની જવાબદારી સંભાળી ચૂકી છે અને હવે જે કોઇપણ મહિલા મેયર નિયુકત થશે તે છઠ્ઠા મહિલા મેયર બનશે.

- Advertisement -

સુચીત બારડ-જામનગર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular