ભાણવડના બાળાનેશ વિસ્તારનો વતની અને મોટા કાલાવડ રહેતો શખ્સ પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો હોય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે આ શખ્સને ભાણવડ તાલુકાના મોડપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઇ ભાણવડ પોલીસને સોંપી આપવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના બાળાનેશ વિસ્તારના મૂળ રહીશ અને હાલ નજીકના મોટા કાલાવડ ગામના ભરત દેવાભાઈ મોરી (ઉ.વ. 29) નામનો શખ્સ પ્રોહિ. એક્ટ હેઠળ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હોય, દરમયાન એલસીબીના પીઆઇ એન. એચ. જોષીને આરોપી ભાણવડના મોડપર ગામના બસ સ્ટેન્ડ પાસે આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઇડ કરી ભરત મોરીને ઝડપી લઇ ભાણવડ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપી આપ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને વેજાણંદભાઈ બેલા જોડાયા હતાં.


